News
News
ટીવીabp shortsABP શોર્ટ્સવીડિયો
X

INDvsBAN: રિષભ પંતે વિકેટકીપિંગમાં કરી મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

પંતની આ ભૂલનો ફાયદો બાંગ્લાદેશના બેટ્સમેનને મળ્યો હતો. વાસ્તવમાં છઠ્ઠી ઓવરમાં ત્રીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને રિષભ પંતના હાથે સ્ટંપ કરાવી દીધો હતો, પરંતુ આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો.

FOLLOW US: 
Share:
રાજકોટ: રિષભપંત છેલ્લા કેટલાક સમયથી પોતાના ખરાબ પ્રદર્શનના કારણે આલોચકોના નિશાના પર છે, ત્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં રિષભ પંતે વિકેટકીપિંગમાં એક મોટી ભૂલ કરી દીધી હતી. પંતની આ ભૂલનો ફાયદો બાંગ્લાદેશના બેટ્સમેનને મળ્યો હતો. વાસ્તવમાં છઠ્ઠી ઓવરમાં ત્રીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને રિષભ પંતના હાથે સ્ટંપ કરાવી દીધો હતો, જેના બાદ ટીમ ઇન્ડિયાને ઉજવણી પણ કરી હતી, પરંતુ આ મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો હતો. થર્ડ અમ્પયારની રિપ્લેમાં જાણ થઈ હતી કે રિષભ પંતે બોલને વિકેટની આગળથી પકડી લીધો હતો, અને ગ્લવ્સનો કેટલોક ભાગ સ્ટંપ્સની આગળ હતો. જેના કારણે અમ્પાયરે લિટન દાસને નોટ આઉટ આપ્યો હતો સાથે નો બોલ આપ્યો હતો અને ફ્રી હીટ પણ આપી હતી. ફ્રિ હિટ પર લિટને ચોગ્ગો ફટકારી દીધો હતો. જો કે લિટન દાસને જીવંનદાન મળ્યા બાદ તે 29 રન બનાવી શક્યો હતો અને પંતે જ રન આઉટ કર્યો હતો. પંતના આ બ્લન્ડરના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. ભારત આ મેચ 8 વિકેટથી જીત્યું હતું.
Published at : 07 Nov 2019 10:44 PM (IST) Tags: Pant wicket keeping rishabh-pant Rajkot India vs Bangladesh

સંબંધિત સ્ટોરી

ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ

ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

IND vs NZ: ન્યૂવિરાટ કોહલીની સદી વ્યર્થ ગઈ, ભારત ત્રીજી વનડે હારી ગયું; ન્યુઝીલેન્ડે શ્રેણી 2-1 થી જીતી લીધી

IND vs NZ: ન્યૂવિરાટ કોહલીની સદી વ્યર્થ ગઈ, ભારત ત્રીજી વનડે હારી ગયું; ન્યુઝીલેન્ડે શ્રેણી 2-1 થી જીતી લીધી

ટોપ સ્ટોરી

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો  ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ